ઝીણીઝીણી ઝાંઝર
ઝીણીઝીણી ઝાંઝર નો ઝમકાર અંબા આવો રમવા ને,
ઘમ ઘમ ઘૂઘરી નો ઘમકાર અંબા.......
માનવ ની મેદની જામી મેદાને દિવ્ય દેવી દરબાર અંબા....
મસ્તી ના રંગ માં આવે ઉમંગ માં ,
ભાવિક નર ને નાર અંબા.. કોઈ જળ ઝારી અગર ચંદન ના ,
કોઈ ડોલર ના હાર અંબા....
મઘ મઘ છે ધૂપ સનાતન , દીપક ની દીપમાળ અંબા....
મીટ માંડી ને સૌ વાટ જુવે છે ,પ્રશશ્તી થી જયજયકાર અંબા....
ગોખ માંથી રમ્યા જ્યોતિ સ્વરૂપે ,અંબાજી નીસર્યા બહાર અંબા.. ઝીણી ઝીણી
***** ***** *****
Follow and Share this Blog. :)
આ બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.
Comments
Post a Comment