HTMLJS

Rum Zum Karta Avo Ambe Ma | રૂમ ઝૂમ કરતા આવો અંબે માં | Great Gujarati Garba Sangrah

રૂમ ઝૂમ કરતા આવો અંબે માં પ્રેમે જમાડું 

રૂમ ઝૂમ કરતા આવો અંબે માં પ્રેમે જમાડું
આવો બાજોથીયે બિરાજો અંબે માં પ્રેમે જમાડું
આસોપાલવ ના તોરણ બંધાવું , કહોતો ફૂલડા વેરાવું . પ્રેમે જમાડું .
માવા મીઠાઈ પકવાન ધરાવું ,માખણ મિશ્રી પ્રેમે ધરાવું ,
કહો તો કોળિયા ભરાવું ,અંબે માં પ્રેમે જમાડું ,
જળ સરસ્વતી ની ઝ્હારી ભરાવું. કહો તો આચમન કરાવું , અંબે માં પ્રેમે જમાડું ,
લવિંગ સોપારી અને એલચી ધરાવું ,મુખવાસ હાથે કરાવું અંબે માં પ્રેમે જમાડું ,
તારું આપેલું માડી તને ધરાવું , હું તો ગરીબ ક્યાંથી લાવું અંબે માં પ્રેમે જમાડું.


***** ***** *****
Follow and Share this Blog. :)
આ બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.

Comments