HTMLJS

Mano Ghugriyalo Jamplo | માનો ઘુગરીયાળો ઝામ્પલો | Great Gujarati Garba Sangrah




માનો ઘુગરીયાળો ઝામ્પલો




માનો ઘુગરીયાળો ઝામ્પલો રે માની ઘુઘરિયાળી વેલ જો,


વાગે રુમઝુમ રુમઝુમ ઘૂઘરી રે ,કાઈ રૂમઝૂમતી આવે માત જો,


આવ્યા આસો ને વળી નોરતા રે , આવી આવી શરદ પૂનમ ની રાત જો , માનો...


શંકર પાર્વતીજી આવિયા રે , સાથે લક્ષ્મીજી નો સાથ જો ...માનો


માં એ આછા સાળુ ઓઢીયા રે હા રે કઈ સાળુડે કસબી કોર જો માનો...


અંબા હેમ હિંડોળે હિંચકે રે હિંચકે રે હીંચ હીંચે આરાશુર ની માત જો
...માનો


***** ***** *****


Follow and Share this Blog. :)

 બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો. 

Comments