છેટા રહો ને સૌ છેટા રહો
છેટા રહો ને સૌ છેટા રહો, અંબા બહુચર ને રમવા દ્યો,
છેટા રહો ને સૌ છેટા રહો, અંબા બહુચર ને રમવા દ્યો,
ચાચર ના ચોક માં ઘુમવા દ્યો, અંબા બહુચર ને ઘુમવા દ્યો,
મોટેરો ગરબો અંબા ને શિરે, નાનેરો ગરબો બહુચર ને શિરે, ચાચર ના ચોકે…
અંબા ના પગ માં ઝંઝંરિયા ઝમકે, બહુચર ના પગ માં ઘુઘુરીયા ઘમકે…
અંબા ની ચુંદડી માં ચાંદલિયા ચમકે, બહુચર ની ઓઢાની માં તારલિયા ટમકે,
નાનેરા બહુચર લાગે સોહામણા, મોટેરા અમ્બેમાં કેવા રળિયામણા,
એક પછી એક સૌ સહેલી આવતી, ગરબા ગાતી ને કુમકુમ વર્ષાવતી…
ચાચર ના ચોક માં… છેટા રહો ને…
***** ***** *****
***** ***** *****
Follow and Share this Blog. :)
આ બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.
Comments
Post a Comment